“થોડા દિવસ પહેલા એક છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી” પરિણીત લોકો અચૂક વાંચજો
મેં કીધું હા જરૂરથી.
તો ઠીક છે તમે અહીં સિનેમા બાગ પાસે આવી જાઓ, ત્યાં મળી પણ લઈશું અને સાથે એક ફિલ્મ પણ જોઈશુ.
આથી મેં કહ્યું નહીં, મેડમ તમે મારા ઘરે આવી જાઓ. મારી પત્ની અને બાળકો તમને મળીને ખૂબ જ ખુશ થશે. અને મારી પત્નીના હાથનું ખાવાનું પણ તમને નસીબ થશે.
તો તેને તરત મેસેજ કર્યો નહીં હું તમારી મેડમ સામે નહીં આવું. તમારે મળવું હોય તો આવી જાઓ.
મેં તેને મારા ઘરે બોલાવવાની કોશિશ કરી પણ તે માની જ નહીં, તે પોતાની જગ્યાની જીદ પર કાયમ હતી.
અને હું મારી જીદ ઉપર કાયમ હતો કે તમારે મળવું હોય તો મારા ઘરે આવો.
આખરે તે અસ્વસ્થ થઈ ગઈ અને બોલી ઉઠી કે ઠીક છે હું આવે પાછી જઈ રહી છું, તમે ડરપોક છો પોતાના ઘર પર જ બેસી રહો.
મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો અને સાર્વજનિક સ્થળ ઉપર મળવાના ખતરા વિશે પણ જણાવ્યું પણ તે ટસની મસ ન થઈ.
આખરે હારી ને મેં પણ કહી દીધું કે મારી સાથે મળવું હોય તો મારા પરિવાર વાળાઓની સામે મળો, નહીં તો તમારા ઘરે જાવ.
તે ઓફલાઈન થઈ ગઈ, અને મેસેજ પણ આવ્યા નહીં. સાંજે જ્યારે હું ઘરે પહોંચ્યો હતો ડાઈનીંગ ટેબલ ઉપર ખુબ જ સરસ સુગંધ આવી રહી હતી, મને આભાસ થઈ ગયો કે આજે કંઇક સ્પેશિયલ ડિનર લાગે છે.
મેં પત્ની ના પૂછ્યું કે કેમ આજે આટલું બધું ખાવાનું બનાવ્યું છે, કોઈ ઘરે આવી રહ્યું છે ખાવા માટે?
તેને કહ્યું હા એક છોકરી છે દીપા વર્મા કરીને. તે આવી રહી છે.
મેં કીધું શું? એ તને ક્યાં મળી, તું એને કઈ રીતે જાણે છે?
“અરે ધીમે, ધીમે પ્રશ્ન પૂછો એ બીજું કોઈ નહીં હું જ હતી”
તમે મારા જાસૂસી મિશન દરમિયાન પરીક્ષામાં પાસ થયા છો… આવો મારા સાચા હમસફર, ખાવાનું ઠંડુ થઈ રહ્યું છે. પેલા ડિનર પતાવી લઈએ?
જો તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો. અને તમારી સાથે કંઈ આવો પ્રસંગ બન્યો હોય તો પણ શેર કરજો.