“ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર” ફિલ્મ પડી વિવાદોમાં, પણ શું કામ? આ છે કારણો
અનુપમ ખેરની ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર નું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે પરંતુ જેવું ટ્રેલર રિલીઝ થયું કે દેશની રાજનીતિ જાણે ગરમાઈ હોય તેવું લાગે છે. આ ફિલ્મમાં પૂર્વ પ્રધાન મંત્રી ડૉ.મનમોહન સિંહ ના કાર્યકાળ વખતે થયેલી ઘટનાઓ ને દર્શાવવામાં આવી છે, તેમજ આખી ફિલ્મ રાજનીતિ ને લગતી છે. આ ફિલ્મ એક પુસ્તક આધારિત છે, જેમાં એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર એટલે કે અકસ્માતે બનેલા પ્રધાનમંત્રી તરીકે ડોક્ટર મનમોહનસિંઘને રજૂ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે પૂર્વ પ્રધાનમંત્રી નું પાત્ર અનુપમ ખેરે નિભાવ્યું છે. પરંતુ આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થયા પછી કોંગ્રેસ ના અન્ય નેતાઓ ફિલ્મને બીજેપીનો એજન્ડા જણાવે છે. તો બીજેપી આ ફિલ્મને સાચી ગણાવી રહી છે.
પરંતુ સવાલ એ ઉભો થાય છે કે આ ફિલ્મને લઈને શું કામ આટલો બધો વિવાદ ઊભો થયો છે?
ડોક્ટર મનમોહનસિંહ એ 2004 થી લઈને 2014 સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા, એટલે કે 10 વર્ષ સુધી તેઓ પ્રધાનમંત્રી રહ્યા હતા. આ દરમિયાન ઘણી પાર્ટીઓએ આ પ્રધાનમંત્રી ને રિમોટ કંટ્રોલ વાળા પ્રધાનમંત્રી તરીકે જણાવવામાં આવ્યું હતું। એવું પણ વિપક્ષો દ્વારા કહેવાયું હતું કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના કહેવા અનુસાર તત્કાલીન પ્રધાનમંત્રી કામ કરતા હતા.
તદુપરાંત જ્યારે ડોક્ટર મનમોહન સિંહ ને આ ફિલ્મનું ટ્રેલર જોયા પછી ના રિએક્શન વિશે પૂછવામાં આવ્યું, તો તેને એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ અને તે ત્યાંથી જતા રહ્યા.
હવે આ ફિલ્મ રિલીઝ થવાની હોય ઘણી રાજનૈતિક પાર્ટી ઉત્સાહી દેખાય છે, જ્યારે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એ જવાબ ન આપ્યો તેથી તેનો શું સંકેત હોઈ શકે તે જાણી શકાય નહીં।