“ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર” ફિલ્મ પડી વિવાદોમાં, પણ શું કામ? આ છે કારણો

જણાવી દઈએ કે આ ફિલ્મ છે પુસ્તક ઉપર આધારિત છે તે પુસ્તક સંજય બારુ એ લખેલું છે જે અંદાજે ચાર વર્ષ સુધી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહન સિંહ ના મીડિયા એડવાઈઝર રહ્યા હતા.

એટલું જ નહીં આ પુસ્તક જેમણે લખેલું છે તે સંજય બારુ જ્યારે પુસ્તક આવ્યું હતું ત્યારે પણ અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પુસ્તક પણ વિવાદોમાં રહ્યું હતું અને આ પુસ્તક માટે પણ તેને ઘણી રચના આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે બીજી બાજુ આ ફિલ્મનું ટ્રેલર જોઈને કહી શકાય કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીની છબીને ખોટી રીતે સામે લાવવામાં આવી હોઈ શકે, આને લઈને કોંગ્રેસ પરેશાન પણ નજરે આવી રહી છે, જ્યારે ચૂંટણી વખતે જો આ ફિલ્મ રિલીઝ થાય તો આ ફિલ્મ પણ એક મોટો મુદ્દો બની શકે છે.

અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુથ કોંગ્રેસ મહારાષ્ટ્ર પોતાનો વિરોધ વ્યક્ત કરતા એવું પણ જણાવ્યું હતું કે ફિલ્મને રિલીઝ કરતા પહેલા તેઓને દેખાડવામાં આવે અને તથ્યોને ખોટી રીતે બતાવવામાં આવ્યા હોય તેવી વસ્તુઓને હટાવવામાં આવે. યુથ કોંગ્રેસ મહારાષ્ટ્રનો આરોપ છે કે ફિલ્મ બનાવનારાઓએ ફિલ્મમાં તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા છે.

આથી આ બધા કારણોસર હાલ ફિલ્મનો વિવાદ ચાલી રહ્યો છે, જો કે ટ્રેલર ઉપરથી ફિલ્મ કેવી છે તેના વિશે અંદાજો લગાવી શકાય નહીં. અને આ ફિલ્મ હાલમાં તો 11 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે એવું જણાવવામાં આવ્યું છે.

જુઓ ટ્રેલર:

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts