એક લવસ્ટોરી આવી પણ… સમય હોય તો વાંચજો

બે વર્ષ પછી હવે તું કોઈ પ્રેમિકા કે નવી વહુ નહીં પરંતુ માં બની ચૂકી હશે, જૂનો આશિક ની યાદ અને પતિ નો પ્રેમ ને છોડી ને તું તારા બાળક માટે વિચારવા લાગશે અને તેની સાથે જ વ્યસ્ત રહેવા લાગશે.

એનો મતલબ કે ત્યાં સુધીમાં હું તારી જિંદગીમાં થી સદાય માટે ડીલીટ થઈ ચૂક્યો હોઇશ.

અને અહીં મને પણ એક સારું કામ મળી ગયું હશે, લગ્નની વાત ચાલી રહી હશે અને છોકરી પણ પસંદ પડી છે, હવે મારો વ્યસ્ત ટાઇમ શરૂ થશે. હવે હું તને સાચે ભૂલી ચૂક્યો હોય જો કોઈ કપલ ને જોઉં તો તારી યાદ આવે છે પરંતુ હવે એટલી બધી તકલીફ નથી થતી.

છોકરાએ આટલું કહ્યું ત્યાર પછી છોકરી ની સામે જોયું તો તેના આંખમાં આંસુ છલકાઈ રહ્યા હતા. અને છોકરી તેની સામે જુએ છે.

બંને એક શબ્દ પણ નથી બોલી રહ્યા અને માત્ર અશ્રુધારા જ વાતો કરી રહી છે.

થોડા સમય પછી

છોકરી- તો શું બધું અહીં જ ખતમ થઇ જશે?

છોકરો- ના, જ્યારે તારા પતિની કોઈ વાત ઉપર તું નારાજ થઈ જશે પરંતુ તારો પતિ આરામથી સુઈ રહ્યો હશે, પણ એ રાત્રે તારી આંખમાં નીંદર નહીં હોય અને આ બાજુ હું પણ મારા પત્ની ની કોઈ વાત ઉપર નારાજ થઈને તારી જેમ જાગતો હોઈશ. આખી દુનિયા સુતી હશે પરંતુ આપણા બંને સિવાય, પછી આપણે આપણા ભૂતકાળને યાદ કરીને ખૂબ રડીશુ, એકબીજાને ખૂબ જ મહેસૂસ કરીશું. પરંતુ આ વાતની જાણ ભગવાન સિવાય કોઇને નહીં થાય.

બસ આટલું કહીને એ બંને રડતા રડતા એકબીજાને ભેટી પડે છે.

સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ માં જણાવજો, જો તમે ઇચ્છતા હો કે અમે અવારનવાર નવી સ્ટોરી શેર કરતા રહીએ તો તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવજો. અને જો તમારા દિલને આ કહાનીએ સ્પર્શ કર્યું હોય તો આને દિલથી શેર કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts