આ સ્ટોરી વાંચી જીવનમાં ઉતારી લો, પછી કોઈની તાકાત નથી તમને સફળ થતાં રોકી શકે

ત્યાં જ એને એક ફૂલ નો છોડ દેખાયો. તેને થોડા ફૂલ તોડી નાખ્યા અને પછી જ્યારે કોઈ તેને ભીખ આપે તો તે તેને ફૂલ આપતો. લોકો ને પણ આ ગમવા લાગ્યું કે આ ભિખારી બધા કરતાં કેટલો અલગ છે. લોકો એને વધુ પૈસા આપવા લાગ્યા. થોડા દિવસો પછી ટ્રેન માં જ પેલો સુટ પહેરેલો માણસ પાછો તેને મળ્યો, ત્યારે ભિખારી એ તેની પાસે જઈને કીધું કે સાહેબ મને ભીખ આપો મારી પાસે આજે તમને દેવા માટે કંઇક છે.

પેલા માણસે થોડા પૈસા આપ્યા તો ભિખારી એ એને ફૂલ આપ્યું. આ જોઈ ને પેલા માણસે કહ્યું કે વાહ સરસ, તને લેણ-દેણ નું જ્ઞાન થઈ ગયું હવે તું ભિખારી નહિ પણ વેપારી છે. તું ઘણું બધુ કરી શકે છે!

ભિખારી ને આ વાત અંદર સુધી અસર કરી ગઈ, ટ્રેન માંથી ઉતરીને તે વિચારમાં પડી ગયો કે સાહેબ ના કહેવા પ્રમાણે હું વેપારી છું તો વેપાર પણ કરી શકું. અને મનમાં ને મનમાં નિર્ણય લીધો કે હું પેલા વેપારી જેવો બની ને દેખાડીશ અને હું પણ સુટ માં ફરીશ. અને પછી તેને જોરથી બુમ પાડી કે હું ભિખારી નહીં વેપારી છું. આજુબાજુ રહેલા લોકો હસવા લાગ્યા ને તેને ગાંડો કહેવા લાગ્યા.

ત્યાર પછી છ મહિના સુધી તે ભિખારી ત્યાં કે બીજા કોઈ રેલ્વે સ્ટેશન પર દેખાયો નહિ. પછી એક દિવસ બે સુટ પહેરેલા માણસ ભેગા થયા. એક માણસ બીજા માણસ ને કહે કે આપણે ત્રીજી વખત મળી રહ્યા છીએ.

ત્યારે બીજા માણસે કહ્યું કે મને લાગે છે કે આપણે પહેલી વખત મળી રહ્યા છીએ. તમને કંઇક ગેરસમજણ થઈ લાગે છે. ત્યારે પેલા માણસે કહ્યું કે જી ના મને કોઈ ગેરસમજણ નથી, હું એ જ ભિખારી છું જેને તમે પહેલી મુલાકાત માં સમજાવ્યું કે આપણી પાસે કંઇ દેવા લાયક ન હોય તો માંગવું જોઈએ નહિ. અને બીજી મુલાકાત માં સમજાવ્યું કે જો હું વિચારું તો શું કરી શકું… તે દિવસથી મેં ફુલો તોડીને વેંચવાનું ચાલુ કર્યુ, પછી ફુલો ખરીદીને વેંચવાનું ચાલુ કર્યુ, આજે મારો ફુલો નો વિશાળ ધંધો છે. પેલો માણસ સાંભળીને ખુશ થઈ ગયો.

સાહેબ પેલા ભિખારી અને આપણામાં ઘણી સામ્યતા છે, આપણને પણ આપણા મન પર વિશ્વાસ નથી કે તે શું કરી શકે. એક વસ્તુ આપણે બધાને સમજવા ની અને જિંદગીમાં ઉતારવાની જરૂર છે કે સૌ પ્રથમ પોતાની જાત પર ભરોસો રાખવો.

આ સમયે એક ગીત યાદ આવે છે… જો સાંભળ્યુ ન હોય તો સાંભળજો મજા આવશૅ! કર હર મેદાન ફતેહ ???

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts