જે F-16 ને લઈને વાતો કરી રહ્યું છે પાકિસ્તાન, તેના નિર્માતાએ જ ખોલી નાખી પાકિસ્તાનના ખોટા દાવાઓની પોલ

પાકિસ્તાની કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ ડેનિયલ એ શુક્રવારે એટલે કે ગઈકાલે એક ટ્વિટ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે ભારતીય વાયુ સેના દ્વારા તોડી નખાયેલા F-16 ફાઈટર પ્લેનની નિર્માતા કંપની Lockheed Martin ભારત સામે કેસ કરશે. ત્યાર પછી તેને કહ્યું હતું કે ભારતનો દાવો ખોટો છે કે તેને પાકિસ્તાનના f-16 ને તોડી પાડ્યું હતું.

ડેનિયલ એ એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે F-16 નિર્માતા કંપની ભારતના ખોટા દાવા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની વાત કરી રહી છે. અને એટલું જ નહીં તેને ભારતનો F-16 તોડી પડાયા નો દાવો ખોટો પણ છે અને તેના વિરુદ્ધ નારાજગી પણ જાહેર કરી હતી. તેઓએ કહ્યું હતું કે ભારત પાસે F-16 સાથે જોડાયેલી જાણકારીઓ નથી. અને પાકિસ્તાની ઇન્વેન્ટરી માં બધા F-16 સુરક્ષિત છે.

અને આને ટ્વિટનો જવાબ આપતા F-16 બનાવવાવાળી કંપની Lockheed Martin એ પાકિસ્તાન ને ચોખ્ખી ભાષામાં જવાબ આપી દીધો હતો. તેને ડેનિયલ દ્વારા કરવામાં આવેલ દાવાને આખો ખોટો જણાવ્યો, અને કહ્યું કે કંપનીએ આવી કોઈ કમેન્ટ કરી નથી.

ત્યાર પછી ડેનિયલ એ પોતાની ટ્વીટ તો ડીલીટ કરી નાખી, પરંતુ તેનો Screenshot હાલમાં પણ વાયરલ થઇ રહ્યો છે. જે નીચે મુજબ છે.

કંપનીએ આવી કમેન્ટ કર્યા પછી, પાકિસ્તાની બ્યુરોક્રેટ એ તરત જ પોતાનું બયાન પલટી નાખ્યું હતું. તેને માન્યો કે પાકિસ્તાન તરફથી ખોટું ગલત બયાન રિલીઝ થઈ ગયું હતું. પરંતુ તેને એમ પણ કહ્યું કે ભારત સરકાર એ સાબિત કરવામાં નિષ્ફળ થઈ રહી છે કે તેઓએ પાકિસ્તાન F-16 ને તોડી પાડ્યું છે. આ સાથે તેણે એમ પણ લખ્યું કે ભારતીય મીડિયા અને પત્રકારો એ ભારત સરકારની ખોટી જાણકારી ને પકડી પાડી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts