પસ્તાવો અને બીજી તક

સમિક્ષા કંઈક કહેવા જતી હતી ત્યારે તેને સમજાયું કે કદાચ ઘણું મોડું થઈ ગયું છે. અભિષેક કદાચ આગળ વધી ગયો છે.

“ના,” સમિક્ષાનો અવાજ ફાટી નીકળ્યો, “હું નહિ આવી શકું.”

તેણે વિચાર્યું કે અભિષેકના જીવનમાં કદાચ બીજું કોઈ આવી ગયું છે. તેણીએ ઝડપથી કહ્યું, “તારે ખુશ રહેવું જોઈએ. કદાચ તમારા જીવનમાં કોઈ બીજું હોય…”

અભિષેકે તેને અટકાવી, “ના સમીક્ષા. તારા સિવાય કોઈ નથી. અને તું પણ જાણે છે કે આટલા વર્ષો પછી પણ મને તારી પ્રત્યે પહેલા જેટલો જ પ્રેમ છે.”

સમિક્ષા કંઈ બોલી ન શકી. અભિષેક નો આ અવાજ જે તેને હજુ પ્રેમ કરે છે આ વાક્ય અભિષેકે ફોન બંધ કરી દીધા પછી પણ તેના કાનમાં ગુંજતું રહ્યું. મનના બધા તાંતણા તોડીને અશ્રુધારા પૂર ઝડપે વહેવા લાગી, અભિષેક ને ફોન કરીને કહ્યું, હું તારા વગર નહીં રહી શકું, મને તેડી જા!

અભિષેક એ પણ જરા પણ સમય બગાડ્યા વિના તરત જ તેડવા નીકળી ગયો, અને બને ફરી પાછા સુખેથી રહેવા લાગ્યા, થોડા સમય પછી બંને એ ફરી પાછા લગ્ન કર્યા!

આ કદાચ એક કાલ્પનિક વાર્તા પણ હોઈ શકે છે, કારણકે ઘણી વખત રિયલ લાઈફ માં માણસો મુવ ઓન કરવા માટે આપણે વિચારીએ તેથી પણ ઓછો સમય લેતા હોય છે! અને એટલા માટે જ કદાચ કોઈએ કહ્યું હશે કે ગુસ્સામાં કોઈ દિવસ નિર્ણયો ન લેવા જોઈએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને 1 થી 10 ની વચ્ચે કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts