ભાભી હોય તો આવી ???

“ પરંતુ મમ્મી, તને આ ક્યાં મળ્યા? તમારી તો કંઈ નોકરી પણ નથી… અને હમણાં જ ભાઈને બાળકોની સ્કૂલની ફી પણ ભરવાની થશે, આ પૈસા એક કામ કરો તમે તેને જ આપી દો. મારા કરતાં વધુ જરૂર ભાઈને છે.”

“ ના દિકરા, તારા પપ્પા મને કંગાળ છોડીને નથી ગયા, આ રાખીલે.”એમ કરીને જબરદસ્ત દીકરી ના હાથ માં રૂપિયા આપીને ખુશીની સાસુ ચાલવા માંડી.

એવામાં દીકરી ને ગયા મહિને આવેલો ભાભી નો ફોન યાદ આવી ગયો…

ભાભી ખૂબ જ પરેશાન હતી, ભાઈને સેલરી મળી હતી અને એમાંથી ૧૦ હજાર રૂપિયા ઘરમાંથી ગાયબ થઈ ગયા તેવું જણાવી રહી હતી.

તેને કંઈક વિચાર્યું, પછી હોલમાંથી થોડું હસી અને રસોડા તરફ જવા નીકળી…

“અચ્છા ભાભી, હું હવે નીકળું છું… અને હા આ દસ હજાર રૂપિયા હમણાં જ સોફા નીચે પડ્યા હતા મને મળ્યા છે. મારા ચપ્પલ ત્યાંથી કાઢવા ગઈ એમાં આ પૈસા મળ્યા છે, કદાચ આપણે તમે જે વિષયમાં ફોન કર્યો હતો એ જ પૈસા લાગે છે.”

ખુશીની આંખમાં આંસુ આવી ગયા, કારણકે તેની સાસુ અને નણંદ ની વાત તેને સાંભળી હતી. નણંદને અત્યંત ભાવથી ભેટી પડી અને ધીમેથી તેના કાનમાં કહ્યું કે “તું જ મારી સૌથી મોટી દીકરી છો”

આટલું કહ્યું એટલે નણંદ અને ભાભી બંને હસવા લાગ્યા, જીવન નું આ પણ એક સુંદર સ્વરૂપ છે.

આ સ્ટોરી તમને કેવી લાગી… નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts