દાદાએ બગીચામાં બેઠેલા છોકરા ને ફેક એકાઉન્ટ બનાવવાનું કહ્યું તો છોકરાએ પૂછયું કેમ? એનો દાદા એ આપ્યો એવો જવાબ કે છોકરા…

છોકરાને આશ્ચર્ય થયું પરંતુ તેમ છતાં તેને ફોટો રાખી દીધો અને એકાઉન્ટ ખુલી ગયું, પછી દાદાએ કહ્યું કે હવે શું કરવાનું? છોકરાએ જવાબ આપવા કહ્યું કે હવે તમારે જે મિત્રો બનાવવા હોય તે મિત્રો બનાવી શકો છો.

દાદાએ કહ્યું કે થોડા સારા માણસોને એડ કરી દે પછી થોડા સમય પછી તેને કહ્યું કે મારા છોકરાનું નામ સર્ચ કરીને એને પણ રિક્વેસ્ટ કરી દે .

બધુ પૂરું થઈ ગયું પછી પણ તેને કારણ ન જાણવા મળ્યું એટલે છોકરાએ પૂછ્યું કે અંકલ તમે હવે તો કહો કે તમે કેમ ફેક એકાઉન્ટ બનાવ્યું?

એટલે ત્યાં બેઠેલા દાદા ની આંખમાં આંસુ આવી ગયા, દાદા ની બાજુમાં જ દાદી બેઠા હતા તેની પણ આંખ માં ઝળઝળીયા આવી ગયા. આંસુ લુછીને થોડા સ્વસ્થ થઈને દાદાએ જવાબ આપતા કહ્યું કે અમારે એકનો એક જ દીકરો છે.

એ દીકરાનાં લગ્ન ધામધૂમથી લગ્ન કર્યા પરંતુ લગ્નના થોડા સમય પછી જ એકનો એક દીકરો અમારાથી અલગ રહેવા ચાલ્યો ગયો, એ તો બધું ઠીક હતું મને એવું લાગી રહ્યું હતું કે સમય જતાં બધું ઠીક થઈ જશે પરંતુ વર્ષો થઈ ગયા તોપણ એ હજુ અમારી પાસે આવ્યો પણ નથી. શરૂઆતમાં અમે એની પાસે જતા તો એ નારાજ થઈ જતો હતો અને કહેતો કે મારી પત્નીને તમે લોકો પસંદ નથી તમે તમારા ઘરમાં રહો અને અમને અમારા ઘરમાં સુખ શાંતિથી રહેવા દો.

અમારાથી પણ અપમાન સહન ન થયું એટલે થોડા સમય પછી દીકરાને ત્યાં જવાનું જ છોડી દીધું. એક પૌત્ર છે અને પૌત્રી પણ છે એને જોવાનું ખૂબ જ મન થાય છે, એવામાં કોઈએ હમણાં મને કહ્યું હતું કે ફેસબુક પર લોકો તેના ફેમિલી સાથે ના ફોટા મુકતા રહે છે. આથી મેં પણ વિચાર્યું કે ફેસબુક માં મારા દીકરા સાથે જોડાઈ શકું તો એના ફેમિલી વિશે જાણી શકું. અને અમારા પૌત્રને પૌત્રી ની પણ તસવીર જોઇને મનને શાંતિ મળશે. અને જો હવે હું મારા નામે થી મારું ખાતું બનાવવું તો એ ક્યારે મિત્ર બને નહીં આથી અમે ફેક એકાઉન્ટ બનાવ્યું.

આટલું કહીને ફરી પાછા તે બંનેની આંખમાં આંસુ આવી ગયા, આ જોઈને ત્યાં બેસેલા છોકરાનું દિલ ભરાઈ આવ્યું. તે મનોમન વિચારવા લાગ્યો કે કોઈ પણ માતા પિતા નું દીલ કેટલું મોટું હોય છે જે તેના જ સંતાન કે જેને તેને જ મોટા કર્યા હોય છે તે પણ તેના દ્વારા હડધૂત થયા હોય તો પણ તેઓ સંતાનને પ્રેમ કરતા રહે છે અને સંતાન કેટલું જલ્દી તેના માતા-પિતાના પ્રેમ તેમજ વર્ષો દરમિયાન કરેલા ત્યાગ ને ભૂલી જતા હોય છે.

આજે ત્યાં બગીચામાં બેઠેલા છોકરા ને એક મોટી શીખ મળી ગઈ હતી, તે તરત જ ઘરે ગયો અને તેના મમ્મી પપ્પાને ભેટી ને કહ્યું કે મમ્મી પપ્પા તમે ચિંતા ન કરશો હું તમને છોડીને ક્યારેય કદી નહીં જાવ. એટલે તેના મમ્મી-પપ્પા પણ આશ્ચર્ય સાથે પૂછવા લાગ્યા કે શું થઈ ગયું તને? અને છોકરા એ તેને આખી વાત કીધી તો મમ્મી પપ્પાના આંખમાંથી પણ આંસુ આવી ગયા.

તમને આ સ્ટોરી ગમી હોય તો બને તેટલા વધુ લોકો સુધી શેર કરજો જેથી દરેક લોકોને આ સ્ટોરી માંથી કંઈક શીખ મળી શકે. અને કોમેન્ટમાં સ્ટોરીને રેટિંગ આપવાનું ભૂલતા નહિ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts