પુલવામાં હુમલા પર બોલ્યા અનુપમ ખેર, “બસ હવે બહુ થયું, રોકાઈ જાઓ નહીંતર જનતા રોડ પર…”

તેને વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, “આજે પુલવામામાં 40થી પણ આપણા સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. કરોડો ભારતીયોની જેમ મારા દિલમાં પણ ખૂબ જ દુઃખ છે, તકલીફ છે અને મારું મન ખૂબ જ ઉદાસ છે. આ જવાન ના પરિજનોએ એક પતિ, એક દીકરો, એક ભાઈ, એક પિતા ગુમાવ્યા છે. જે આ નરસંહારના જવાબદાર છે, તેના સાથે તો સરકારે લડવું જ પડશે. પરંતુ મારા અંદર એક અજીબ ગુસ્સો છે. એ લોકો પ્રત્યે જે આપણા દેશના તો છે, પરંતુ આપણી સેના કે આપણા સુરક્ષા બળોનું અપમાન કરવામાં ચૂકતા નથી. પોતાના બેવકૂફી ભરેલા એજન્ડા કે સ્વાર્થ માટે ટિપ્પણીઓ કરતા ફરે છે. આવા લોકો માટે હું કહેવા માંગું છું કે બસ હવે બહુ થયું, થંભી જાઓ નહીંતર જનતા રોડ પર ઉતરીને… જય હિન્દ”

અનુપમ ખેર એ પોતાના વિચારો વ્યક્ત કરવામાં કોઈ પણ સંકોચ અનુભવ્યો નથી, તેમજ પોતાના અંદર રહેલા આક્રોશને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જણાવવા કોશિશ કરી છે.

જુઓ વિડિયો

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Feeling extremely sad and angry. More than 40 <a href=”https://twitter.com/crpfindia?ref_src=twsrc%5Etfw”>@crpfindia</a> jawans martyred. Millions of thoughts in my mind. I hope The govt. deals with the terrorists befittingly. Also time for certain people in our own country who criticise the army to SHUT UP. <a href=”https://t.co/mZSgExsxQJ”>pic.twitter.com/mZSgExsxQJ</a></p>&mdash; Anupam Kher (@AnupamPKher) <a href=”https://twitter.com/AnupamPKher/status/1096118788980965382?ref_src=twsrc%5Etfw”>February 14, 2019</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

માત્ર અનુપમ જ નહિ પરંતુ બોલિવૂડના લગભગ દરેક સેલિબ્રિટીઓએ તેમજ રાજનૈતિક હસ્તીઓથી માંડીને સ્પોર્ટ્સ જગતના વડાઓ, દરેક લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. સામાન્ય જનતા પણ શહીદ જવાનોના પરિવાર પ્રત્યે લાગણી દાખવી રહી છે. અને પ્રધાન મંત્રી એ પણ શોક વ્યક્ત કર્યો છે, તેમજ વધુ પગલા લેવા માટે સેનાના હાથ ખોલી દીધા છે. એટલે કે તેને પૂરેપૂરી મંજૂરી આપવામાં આવી છે, સેના ઇચ્છે ત્યારે ઈચ્છા એ સમયે તપાસ હાથ ધરીને ઇચ્છે એ પગલા હાથ ધરી શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts