મિથુન રાશિના કારકિર્દીના ભાવમાં સૂર્યદેવ ગોચર કરી રહ્યા છે. એટલે આ રાશિના જાતકોને નવી નોકરીની ઓફર મળી શકે. અથવા નોકરી કરી રહ્યા હોય તો એ વર્તમાન નોકરીમાં પ્રમોશન પણ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા કાર્યની પ્રશંસા થશે. વેપારીઓને આર્થિક લાભ થશે. રાજકારણમાં સક્રિય રહેનારા લોકોને મોટું પદ મળી શકે છે.
કર્ક રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ લાભદાયી રહેવાનું છે. સૂર્યદેવ આ રાશિના ભાગ્ય ભાવમાં ગોચર કરશે. એટલે આ રાશિના જાતકો ના ભાગ્યમાં વૃદ્ધિ થશે દરેક કાર્યમાં તેઓને સફળતા મળશે. ધંધો હોય કે નોકરી દરેકને જબરદસ્ત ફાયદો થઈ શકે છે. આ ગોચર દરમિયાન નોકરીમાં પ્રમોશનની પણ સંભાવના છે. એકંદરે આ સમય લોટરી લાગવા જેવો પણ સાબિત થઈ શકે છે.