સ્ત્રીઓનું પોતાનું ઘર કયું? પિયર કે સાસરે? ખરેખર દરેક સ્ત્રીએ આ સ્ટોરી વાંચવા જેવી છે

શ્યામ મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરી રહ્યો છે, તેનો પગાર ખૂબ જ સારો છે. થોડા સમય પહેલા તેને એક ફ્લેટ વસાવ્યો હતો જેની લોનના EMI હજુ બાકી છે. પરંતુ શ્યામ આ ભરવા માટે પૂરતો સક્ષમ છે કારણ કે હમણાં જ તેનું કંપનીમાં પ્રમોશન થવાથી પગાર અને પોસ્ટ બંને સારા મળી ગયા છે…

શ્યામ નો પરિવાર પોતાના ઘરમાં આનંદથી રહે છે, પરંતુ એક દિવસે સાસુ-વહુ વચ્ચે એક વાતચીત થાય છે, જે વાતચીત નીચે પ્રમાણે છે…

લાવ વહુ, હું શાક સમારી આપુ છુ તુ હમણાં જ ઓફિસે થી થાકી ને આવી છો અને આવીને તરત જ લાગી ગઈ કામે! હું તો કહું છુ કે આ નોકરી છોડી દે.

સાસુએ પોતાની વહુ ના હાથમાંથી શાક લેતા લેતા કહ્યુ. ના, મમ્મી, જ્યાં સુધી ફ્લેટ ના હપ્તા પુરા નથી થતા, ત્યાં સુધી હું નોકરી છોડવાનું વિચારીશ પણ નહીં!

પરંતુ બેટા, હવે તો શ્યામ ની પણ સારી નોકરી લાગી ગઈ છે અને પગાર પણ વ્યવસ્થિત છે. તો પછી શું કામ અડધી EMI તું આપવાનો આગ્રહ રાખે છે? સાસુ એ શાક સમારતા સમારતા કહ્યુ.

કારણ કે, મે તમને પેલા દિવસે પડદા પાછળ રડતા જોયા હતા. “જ્યારે પપ્પાએ નાનકડી એવી વાતમાં તમને કહી દીધું હતું કે નીકળી જા મારા ઘરેથી…” વહુ એ કહ્યુ

સાસુ તો અવાક થઈ ને વહુ ને જોવા લાગી તો તેને કહ્યું કે મમ્મી, આ તમારી સાથે જ નહીં પરંતુ દરેક પરિણીત સ્ત્રીઓ ને ઘણી વખત સાંભળવા મળે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts