મમ્મી, પપ્પાને કહી દે જે કે મને આજે લેપટોપ જોઈએ છે. નહીં તો હું કાલથી…

પેલા છોકરાએ જવાબ આપ્યો કે સવારે કામ કરે છે, 10 વાગ્યે કોલેજ જાય છે પછી કોલેજ થી બસ માં પાછા આવતા સમયે થોડું ભણી લે છે. અને સાંજે તેનાથી જુનિયર સ્ટુડન્ટને ટ્યુશન આપે છે. તેના પિતા કપડાંને પ્રેસ કરવાનું કામ કરે છે આથી આવક ઓછી હોવાથી મારી ફી ભરી શકે એમ નથી, આથી હું પણ સાઈડમાં થોડું કામ કરીને મારી ફી કમાઈ લઉં છું.

અને પછી જાણવા મળ્યું કે એ વિદ્યાર્થી જીગ્નેશ ની કોલેજ માં જ ભણતો હતો અને દરેક વર્ષે ક્લાસમાં પહેલો નંબર લાવતો હતો.

મમ્મી પપ્પાને કહી દે જે કે મને આજે લેપટોપ જોઈએ છે નહીં તો હું કાલે થી કોલેજ નહીં જાવ… જીગ્નેશના આ શબ્દો થોડીવાર પહેલા કહ્યા હતા તે ગુંજવા લાગ્યા અને એવામાં જ અચાનક તેને એક સવાલ પૂછી લીધો કે તને ગુસ્સો નથી આવતો કે તું પોતે કમાઇને ભણી રહ્યો છે તારા પિતા…, ક્યારેય એવું મન નથી થતું કે ભણવાનું છોડી દેવું?

ક્યારેય નહીં આંટી, હું ભણું છું એનાથી મારું જ ભવિષ્ય બનશે. હું મારા માતા-પિતા ઉપર કોઈ એસા નથી કરી રહ્યો આ બધો એનો જ આશીર્વાદ છે જેના કારણે હું રાત-દિવસ મહેનત કરીને આટલું ભણું છું તેમજ મને પણ આવી ને આત્મનિર્ભર બનાવવામાં તેની જ રાત-દિવસની મહેનત પણ છે.

આનો ઉત્તર સાંભળીને જીગ્નેશ ના મમ્મી અંદરથી ખુશ થઇ રહ્યા હતા, એવામાં જીગ્નેશ પાછું લેપટોપના વિશે કંઈક કહેવા બહાર આવી રહ્યો હતો પણ આ છોકરાની વાત સાંભળીને તેના પગ ત્યાં ને ત્યાં જ થંભી ગયા…

આ સ્ટોરી માં થી આપણે એટલું જ સમજવાનું છે કે આપણા માતા-પિતા આપણને જે પણ કંઈ વસ્તુ, સુવિધા કે પછી ખુશીઓ અપાવે છે. તે દુનિયાની સર્વશ્રેષ્ઠ વસ્તુઓ હોય છે, પરંતુ ઘણા લોકો તેના પાછળ તેના માતાપિતાના બલિદાન ને ભૂલીને કે પછી પેલા પાસે છે મારી પાસે કેમ નથી આવી ઈર્ષા ના આવેગમાં આવીને પોતાના માતા-પિતાના બલિદાન ભૂલી જાય છે.

પરંતુ એટલું હંમેશ માટે યાદ રાખજો કે આપણા માટે જે સર્વશ્રેષ્ઠ વસ્તુ હતી તે આપણા સુધી પહોંચાડવા માટે આપણા માતા-પિતા એ કોઈ કસર છોડી નથી. આથી માતા પિતાનું સન્માન કરો અને મહેરબાની કરીને તેનું અપમાન તો ક્યારેય પણ ન કરવું.

કહેવાય છે કે સપનું નથી કંઈ ચંદ્ર સુધી જવાનું, બસ ખાલી હકીકત અને સપનાઓ વચ્ચે એક દીવાલ ઊભી છે.

જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરજો, અને એનાથી વધારે મહત્વનું એ છે કે અચાનક જ મારા માતા પિતા ને થેન્ક્યુ કહેજો કારણકે તમારી જિંદગીને ઘડવામાં સૌથી મહત્વનો ભાગ તેનો છે. એ આપણને અહેસાસ કરાવે કે ન કરાવે પરંતુ માતા-પિતા જેવું આ દુનિયામાં બીજું કોઈ થઈ શકે નહીં.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts