મમ્મી, પપ્પાને કહી દે જે કે મને આજે લેપટોપ જોઈએ છે. નહીં તો હું કાલથી…

મમ્મી, મારા નવા લેપટોપનું શું થયું? જીગ્નેશ એ તેની મમ્મી ને પૂછ્યું…

અરે પૈસા આવે એટલે ખરીદી લઈશું દીકરા, માતાએ ધીમેથી જવાબ આપ્યો.

“શું મતલબ છે પૈસા આવે એટલે, તમને ખબર પણ છે કે મારું ભણવાનું, મારા પ્રોજેક્ટ નું કેટલું નુકસાન થઈ રહ્યું છે. હવે જો રિઝલ્ટ ખરાબ આવે તો મને કંઈ કહેતા નહી” આટલું કહીને જીગ્નેશ ગુસ્સે થઈ ગયો

“ પરંતુ દીકરા તારે જે મોડલ જોઈ છે તે ખૂબ જ મોંઘું છે, અને હાલમાં પપ્પા આટલા બધા પૈસા ક્યાંથી લાવશે? હજી તારા ટ્યુશન વાળા સરને પણ આખા વર્ષની ફી…” આટલું કહી ચૂપ થઈ ગઈ

દીકરાએ કહ્યું તો આ બધું મને એન્જિનિયરિંગમાં દાખલ કરતાં પહેલા વિચારવાનું હતું જો પૈસા ન હતા તો મને…

દીકરાની આ વાત એની મમ્મીને અંદર સુધી અસર કરી ગઈ. દર વર્ષની કોલેજ ની ફી, દરેક વિષય માટે ટ્યુશન, આવવા જવા માટે બાઇક પણ ખરીદ્યું જેથી કરીને તેનો બસમાં સમય ખરાબ ન થાય, આટલું કર્યા છતાં પણ જેમ તેમ કરીને પાસ થાય છે. હવે આ મોંઘા લેપટોપ નો ખર્ચ, એક મિડલ ક્લાસ પિતા કેટલું કરી શકે? અને આ બધું ઓછું છે તેમાં બે વર્ષ હજુ બચ્યા છે, અને પાછું દીકરાને અહેસાન પણ છે માથા ઉપર કે તમારા સપના માટે તો હું ભણી રહ્યો છું.

એવામાં તેની મમ્મી બહાર ફળિયા માં આવીને વિચારવા લાગી કે હવે શું કરીશું, ત્યાં જ એક પાડોશી ની ગાડી પડી હતી તે ગાડી એક તેના દીકરાની ઉંમર નો છોકરો સાફ કરી રહ્યો હતો એટલે તેને તે છોકરા પ્રત્યે કરુણા ઉત્પન્ન થાય, આથી પૂછ્યું કે ક્યાં સુધી ભણ્યો છે દીકરા? ખબર નહીં પણ અચાનક એના મનમાંથી આ સવાલ નીકળી ગયો

છોકરાને સવાલ સંભળાવવાનું એટલે ઉપર જોઈને હસીને કહ્યું એન્જિનિયરિંગનું ત્રીજું વર્ષ ચાલુ છે આંટી…

જીગ્નેશ ના મમ્મી આશ્ચર્યચકિત થઈ ગયા, શું વાત કરે છે? તું તો કામ કરી રહ્યો છે તો પછી પણ ક્યારે મળે છે…

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts