ઝીરો ફિલ્મ નો રીવ્યુ, ફિલ્મ જોવા જતા પહેલા એક વખત વાંચી લેજો

ઘણા લોકોને story સમજમાં આવી નથી, કારણ કે સ્ટોરીની શરૂઆત meerut થી થાય છે પછી ત્યાંથી મંગળ પર જઈને અટકે છે. અને ઘણા લોકો હજુ સુધી પણ સ્ટોરી ને સમજવાની વાત કરી રહ્યા છે, તો ઘણા લોકોનું એમ પણ માનવું છે કે ફિલ્મની સ્ક્રીપ્ટ માં કંઇક લોચો પડી ગયો છે. થોડી અધૂરી હોય તેવું લાગી રહ્યું છે.

જોકે શાહરૂખ ખાનના ચાહકો માટે આ ફિલ્મ તેમને પસંદ આવી શકે છે. પરંતુ તમે જો શાહરૂખ ખાનના ચાહકો ન હોય તો જોખમ લેવા જેવું થશે.

શું છે જોવાના ખાસ કારણ?

ફિલ્મના ગીતો તમને ગમી શકે છે, અમુક ગીતોમાં VFX પણ સારા છે. અને આખી ફિલ્મ દરમ્યાન અભિનય પણ સારો છે, પરંતુ ફિલ્મ માં જોઈએ તેવું મનોરંજન, જોઈએ તેવી સ્ટોરી આ બન્નેમાંથી કંઈ મળી રહ્યું નથી.

જોવા જેવી છે કે નહીં?

સીધા મુદ્દા પર આવીએ તો તમે તો શાહરૂખના ચાહક હશો તો, ગમે તેમ કરીને પણ તમે જોવા જવાના છો. પરંતુ શાહરુખ ખાન છે એટલે ફિલ્મ થી ઉમ્મીદો પણ વધારે હોય છે, પણ જો આવી વધુ પડતી આશા લઈને જવાનું વિચારી રહ્યા હોવ તો આ વિચાર માંડી વાળજો, કારણકે ફિલ્મ તમને નિરાશ થી અતિ નિરાશ કરી શકે છે. તેમજ આ દરમિયાન સમય જતો ન હોય, અને સાવ નવરા હોય તો જોવા જઈ શકાય છે. પરંતુ મનોરંજનની ખાસ ગેરંટી નથી.

 

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts